ધોનીએ રમવું જ ન જોઈએ...:ધોની પહેલીવાર નંબર-9 પર બેટિંગ કરવા આવ્યો ને ગોલ્ડન ડક થતાં હરભજન ભડક્યો, ક્રિકેટ છોડવાની આપી સલાહ

 પંજાબ કિંગ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ IPL 2024ની 53મી મેચ દરમિયાન કંઈક એવું થયું જે કોઈએ વિચાર્યું પણ નહોતું. જ્યારે એમએસ ધોની નંબર-9 પર બેટિંગ કરવા આવ્યા ત્યારે સમગ્ર ક્રિકેટજગત આશ્ચર્યચકિત થઈ ગયું. ધોનીની T-20 કારકિર્દીમાં આ પહેલી વખત હતું જ્યારે તે આ સ્થિતિમાં બેટિંગ કરવા આવ્યા હોય. આ મેચમાં તેમની પહેલાં મિશેલ સેન્ટનર અને શાર્દૂલ ઠાકુર જેવા ખેલાડીઓ બેટિંગ કરવા આવ્યા હતા. ધોનીના આ નિર્ણયથી બધા આશ્ચર્યચકિત અને ગુસ્સે થયા હતા.

જ્યારે ટીમને સૌથી વધુ જરૂર હતી ત્યારે તે આટલા નીચે બેટિંગ કરવા આવ્યો તેમજ ફેન્સ પણ ધોનીની એક ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે ધોની 9મા નંબર પર આવીને પણ કંઈ કરી શક્યો નહોતો અને હર્ષલ પટેલના બોલ પર ગોલ્ડન ડક થયો. પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ ધોનીના 9મા નંબર પર બેટિંગ કરવાના નિર્ણયથી ગુસ્સે થયો અને તેણે ધોનીને ક્રિકેટ છોડવાની સલાહ આપી હતી.

ધોનીએ રમવું જ ન જોઈએ...:ધોની પહેલીવાર નંબર-9 પર બેટિંગ કરવા આવ્યો ને ગોલ્ડન ડક થતાં હરભજન ભડક્યો, ક્રિકેટ છોડવાની આપી સલાહ

હરભજન સિંહે સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું, "જો એમએસ ધોની 9મા નંબર પર બેટિંગ કરવા માગતો હોય તો તેમણે ના રમવું જોઈએ. તેના કરતાં પ્લેઈંગ ઈલેવનમાં ફાસ્ટ બોલરને સામેલ કરવું વધુ સારું છે. તે નિર્ણય લેનાર છે અને તેમણે પહેલા બેટિંગ ન કરવા આવીને ટીમને નિરાશ કરી છે." શાર્દૂલ પહેલાં બેટિંગ કરવા આવ્યો. ઠાકુર ક્યારેય ધોની જેવા શોટ ન મારી શકે અને મને સમજાતું નથી કે ધોનીએ આ ભૂલ કેમ કરી? એ હું માનવા તૈયાર નથી કે ધોનીને નીચેના ક્રમમાં બેટિંગ માટે મોકલવાનો નિર્ણય કોઈ અન્ય વ્યક્તિએ લીધો હોય.

ધોનીએ રમવું જ ન જોઈએ...:ધોની પહેલીવાર નંબર-9 પર બેટિંગ કરવા આવ્યો ને ગોલ્ડન ડક થતાં હરભજન ભડક્યો, ક્રિકેટ છોડવાની આપી સલાહ


પૂર્વ ભારતીય સ્પિનરે આગળ કહ્યું, "CSKને ઝડપથી રન બનાવવાની જરૂર હતી અને ધોનીએ અગાઉની મેચમાં તે કર્યું છે. તે આશ્ચર્યજનક હતું કે તે પંજાબ કિંગ્સ સામેની મહત્વપૂર્ણ મેચમાં બેટિંગ કરવા ઉતર્યા હતા. CSK જીતે તો પણ હું ટીકા કરીશ. લોકોને જે કહેવું હોય તે કહેવા દો. હું તો જે સાચું છે તે જ કહીશ.

તમને જણાવી દઈએ કે, ચેન્નઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામેની આ મેચમાં 28 રનથી જીત મેળવી હતી. પોઈન્ટ ટેબલમાં આ જીતનો ફાયદો ટીમને મળ્યો. CSK ફરી એકવાર ટોપ-4માં પહોંચી ગયું છે. ટીમની આ જીતના હીરો રવીન્દ્ર જાડેજા હતા જેણે બોલ અને બેટ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.



Post a Comment

Previous Post Next Post